You are now leaving GSK’s website and are going to a website that is not operated/controlled by GSK. Though we feel it could be useful to you,we are not responsible for the content/service or availability of linked sites. You are therefore mindful of these risks and have decided to go ahead.

Agree Agree Agree Stay
ભાષા બદલો
Shingles
ભાષા બદલો

દરેક માતા-પિતાએ 6-ઈન-1 રસીકરણ વિશે શું જાણવું જરૂરી છે
ઓછા ઇન્જેક્શનો અને શિશુઓ માટે વધુ રક્ષણ

6-ઈન-1 રસીકરણ શું છે?

6-ઈન-1 એ એક કોમ્બિનેશન રસીકરણ છે, જે બાળકોને એકજ શોટમાં 6 રોગો સામે રક્ષણ આપી શકે છે. [ડિપ્થેરિયા, ટિટાનસ, પર્ટુસિસ્ (ડૂબકીખાંસી/ઊંટાટિયું), પોલિયોમેલિટિસ, હિમોફિલસ ઈનફ્લુએનન્ઝા ટાઇપ બી અને હેપેટાઇટિસ બી] બાળકોને ઈન્જેક્શનના ઓછા પ્રિક્સ સાથે અલગ-અલગ રસીકરણ દ્વારા મળતું સમાન રક્ષણ મળે છે.

6-ઈન-1 રસીકરણના ફાયદા શું છે?

બાળકો માટેના લાભસમયસર રક્ષણ
ઇન્જેક્શનના પ્રિક્સ ઓછા
અનેક ઇન્જેક્શનથી થતી પીડામાં ઘટાડો અને અગવડતા ઓછી

માતાપિતા માટે લાભ ઓછી અસુવિધા
બાળરોગ ચિકિત્સકની ઓછી મુલાકાતો
કામ અથવા કૌટુંબિક પ્રવૃત્તિમાંથી ઓછો સમય

મારા બાળકને 6-ઈન-1 રસીકરણ ક્યારે મળવું જોઈએ?

6-ઈન-1 રસીકરણના યોગ્ય શિડ્યુલ માટે કૃપા કરીને તમારા બાળરોગ ચિકિત્સકની સલાહ લો.

શું અલગ-અલગ રસીઓની સામે સંયોજન રસીકરણની કોઈ વધારાની આડઅસર છે?

કોમ્બિનેશન વેક્સીનની આડઅસર સામાન્ય રીતે અલગથી આપવામાં આવતી વ્યક્તિગત રસીઓ જેવીજ હોય છે અને સામાન્ય રીતે હળવી હોય છે. જ્યાં કોમ્બિનેશન રસીકરણ સાથે શોટ આપવામાં આવ્યો હોય ત્યાં થોડો વધુ દુખાવો અથવા સોજો હોઈ શકે છે. પરંતુ જો તમારા બાળકને વ્યક્તિગત રીતે ઇન્જેક્શન આપવામાં આવ્યા હોય, તોતેને માત્રએકને બદલે બે કે ત્રણ જગ્યાએ દુખાવો અથવા સોજો આવી શકેછે. જો તમારા બાળકને કોઈપણ રસીની મધ્યમ અથવા ગંભીર આડઅસર હોય, તો તમારા બાળરોગ ચિકિત્સકનેજાણ કરો.

GSKના 6 ઇન 1 રસીકરણ માટે જાગૃકતાની પહેલ
ધોની શિશુઓને 6 સુધી પહોંચવામાં મદદ કરવા માટે GSK ઇન્ડિયાની જાગૃતિ પહેલમાં જોડાયો!

નવજાત શિશુને 6 રોગો જોખમમાં મૂકી શકે છે



પોલિયો

પોલિયો શું છે અને મારું શિશુ તેમાં કેવી રીતે ઝડપાઈ શકે?

પોલિયો એ વાઇરસને કારણે થતો અત્યંત ચેપી રોગ છે. તે નર્વસ સિસ્ટમને ચેપ લગાડે છે અને તેને કારણે લકવો, શ્વાસ લેવામાં તકલીફ તેમજ ક્યારેક મૃત્યુ પણ થઈ શકે છે. પોલિયો મુખ્યત્વે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે અને તે ખૂબ જ ચેપી છે. તે મુખ્યત્વે ફીકો-ઓરલ માર્ગ દ્વારા અથવા સામાન્ય વાહન (દાખલા તરીકે, દૂષિત પાણી અથવા ખોરાક) દ્વારા વ્યક્તિ-થી-વ્યક્તિમાં ફેલાય છે. ઉપરાંત, જો તમારું શિશુ દૂષિત રમકડાં જેવી વસ્તુઓ તેમના મોંમાં મૂકે તો તેને ચેપ લાગી શકે છે.

જો મારા શિશુને પોલિયો થયો હોય તો શું થશે?

સીડીસી મુજબ, પોલિયોવાયરસ ચેપ ધરાવતા 4 માંથી લગભગ 1 વ્યક્તિને ફલૂ જેવા લક્ષણો હશે જેમાં ગળામાં દુખાવો, તાવ, થાક, ઉબકા, માથાનો દુખાવો અને પેટમાં દુખાવો સામેલ હોઈ શકે. દર્દીઓનું એક પ્રમાણ મગજ અને કરોડરજ્જુ સાથે સંકળાયેલા લક્ષણો વિકસાવી શકે. લકવો એ પોલિયો સાથે સંકળાયેલ સૌથી ગંભીર લક્ષણ છે. તે કાયમી વિકલાંગતા અને મૃત્યુ તરફ દોરી શકે છે..

મારા નવજાતને પોલિયોથી બચાવવાનાં કયા રસ્તાઓ છે?

પોલિયોને રોકવાનો સૌથી અસરકારક રસ્તો રસીકરણ છે. અન્ય પગલાંઓમાં સારી સફાઈ અને યોગ્ય સ્વચ્છતાનો સમાવેશ થાય છે. પોલિયો સામે રસીકરણ વિશે વધુ માહિતી વિશે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

ડિપ્થેરિયા

ડિપ્થેરિયા (ઘટસર્પ) શું છે અને મારું શિશુ તેમાં કેવી રીતે ઝડપાઈ શકે છે?

ડિપ્થેરિયા એ બેક્ટેરિયા દ્વારા લાગતો ગંભીર ચેપછેજે સામાન્ય રીતે નાક અને ગળાના મ્યુકોસ મેમ્બ્રેનને અસર કરે છે.ડિપ્થેરિયા સામાન્ય રીતે આનાથી ફેલાય છે:

- ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ અથવા છીંકમાંથી શ્વાસના ટીપાં ઉડવા.

- ચેપગ્રસ્ત ખુલ્લા ચાંદા અથવા અલ્સર સાથે નજીકથી સંપર્કમાં આવવું

જો મારા શિશુને ડિપ્થેરિયા થાય તો શું થશે?

ડિપ્થેરિયાના લક્ષણોમાં નબળાઈ, ગળામાં દુખાવો, તાવ અને ગળામાં સૂજેલી ગ્રંથિઓનો સમાવેશ થાય છે. ગળામાં એક જાડું આવરણ બની શકે જે શ્વાસ લેવામાં અથવા ગળવાની તકલીફ સાથે વાયુમાર્ગ અવરોધવા, હૃદયને નુકસાન પહોચાડવા, ચેતાને નુકસાન કરવા, ફેફસામાં ચેપ અને લકવા જેવી જટિલતાઓ તરફ દોરી શકે છે.

હું મારા શિશુને ડિપ્થેરિયાથી કેવી રીતે રક્ષણ આપી શકું?

ડિપ્થેરિયા રસીકરણથી અટકાવી શકાય. ડિપ્થેરિયાની રસી સામાન્ય રીતે ટિટાનસ અને વૂપિંગ કફ (પર્ટ્યુસિસ) માટેની રસી સાથે સંયોજિત કરવામાં આવે છે. અન્ય એન્ટિજેન્સ સાથે સંયોજનમાં ડિપ્થેરિયા રસી એ બાલ્યાવસ્થાના રસીકરણમાંથી એક છે જે ડૉકટરો શૈશવાસ્થામાં ભલામણ કરે છે.

કોઈપણ બીમાર હોય તેવી વ્યક્તિથી શિશુને દૂર રાખવા સહિત તમામ સ્વચ્છતા સાવચેતીઓની ખાતરી કરવી જોઈએ.

પર્ટુસિસ

પર્ટુસિસ શું છે અને મારું શિશુ તેમાં કેવી રીતે ઝડપાઈ શકે?

પર્ટ્યુસિસ (જેને ડૂબકી ખાંસી કે ઊંટાટિયું તરીકે પણ ઓળખવામાં આવે છે) એ અત્યંત ચેપી શ્વસન રોગ છે જે ખૂબ જ ગંભીર હોઈ શકે છે, ખાસ કરીને નવજાત શિશુઓ અને નાના શિશુઓ માટે.

પર્ટુસિસ ચેપી ટીપાંઓથી હવામાં ફેલાય છે, તેથી તે અન્ય લોકો દ્વારા ખાંસી અથવા છીંક મારવાથી અથવા રોગગ્રસ્ત વ્યક્તિની નજીક આવવાથી સહેલાઈથી પ્રસરે છે. નવજાત શિશુઓને પર્ટુસિસ ચેપનો મુખ્ય સ્ત્રોત માતા છે.

જો મારા બાળકને પર્ટુસિસ થાય તો શું થશે?

પર્ટુસિસ 2 મહિનાથી ઓછી ઉંમરના બાળકો અને નાના શિશુઓમાં ગંભીર જટિલતાઓ પેદા કરી શકે છે. શિશુઓ અને નાના બાળકો પીડિત થઈ શકે અને શ્વાસ લેવામાં તકલીફને કારણે વાદળી થઈ શકે છે.

મારા નવજાત શિશુને પર્ટુસિસથી બચાવવાના કયા રસ્તાઓ છે?

પર્ટુસિસ્ થી બચવા માટે શિશુ ને રસી આપીને અટકાવી શકાય. નાના શિશુઓમાં પર્ટુસિસ રોકવા માટે અન્ય વ્યૂહરચનાઓમાં માતાઓ, પરિવારના સભ્યોનું રસીકરણ અને નજીકથી સંપર્ક ના રાખવું સામેલ હોઈ છે. અન્ય પગલાંમાં ચેપગ્રસ્ત વ્યક્તિથી અલગતાનો સમાવેશ થાય છે. વધુ વિગતો માટે કૃપા કરીને તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

ટિટાનસ (ધનુર)

ટિટાનસ શું છે અને મારું શિશુ તેમાં કેવી રીતે ઝડપાઈ શકે?

ટિટાનસ (ધનુર) એ ક્લોસ્ટ્રિડિયમ ટેટાની બેક્ટેરિયમને કારણે થતો એક તીવ્ર, ઘણીવાર જીવલેણ રોગ છે. તે સામાન્ય રીતે કઠોરતા અને હાડપિંજરના સ્નાયુઓમાં ખેંચાણને અનુલક્ષીને વર્ગીકૃત કરવામાં આવેલ છે. સામાન્ય રીતે જડબા (લોકજૉ) અને ગરદનના સ્નાયુની જડતાનો સમાવેશ થાય છે અને પછી તે આખા શરીરમાં ફેલાઈ શકે.

સામાન્ય રીતે બેક્ટેરિયાના બીજકણ માટી, ધૂળ અને ખાતરમાં જોવા મળે છે અને ચામડીને તોડીને શરીરમાં પ્રવેશ કરે છે - સામાન્ય રીતે દૂષિત વસ્તુઓના કારણે કાપા અથવા છેદાઈ જવાના ઘા.

જો મારા શિશુને ટિટાનસ થાય તો શું થશે?

નવજાત ટિટાનસનાં લક્ષણોમાં સ્નાયુઓમાં ખેંચાણનો સમાવેશ થાય, જે ઘણીવાર નવજાત શિશુને ચૂસવામાં કે સ્તનપાન કરાવવામાં અસમર્થતા થાય અને તેઓ વધુ પડતા રડતા હોય છે.

મોટા બાળકો અને પુખ્ત વયના લોકોમાં, તે જડબામાં ખેંચાણ, સ્નાયુઓમાં પીડાદાયક ખેચાવું અને આંચકી તરફ દોરી શકે. આનાથી અસ્થિ ભંગ, શ્વાસ લેવામાં તકલીફ, વોકલ કોર્ડમાં ખેંચાણ જેવી જટિલતાઓ થઈ શકે છે.

મારા નવજાતને ટિટાનસથી બચાવવાના કયા રસ્તાઓ છે?

ટિટાનસનાં ચેપને રોકવામાં મદદ કરવા માટે સીડીસી રસીકરણ, ઘાની સારી સંભાળ અને જાળવણી કરવાની ભલામણ કરવામાં આવે છે. કોઈને ગંભીર ઈજા થઈ હોય અને ટિટાનસની રસી ના અપાઈ હોય તેવા કિસ્સામાં ટિટાનસ રોકવામાં મદદ માટે ડૉક્ટર દવાનો પણ ઉપયોગ કરી શકે છે.

હિમોફિલસ ઇન્ફ્લૂએન્ઝા ટાઈપ બી (એચઆઈબી)

હિમોફિલસ ઇન્ફ્લૂએન્ઝા ટાઈપ બી શું છે અને મારું શિશુ તેમાં કેવી રીતે ઝડપાઈ શકે?

હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા રોગ એચ. ઈન્ફલ્યુએન્ઝી નામના બેક્ટેરિયાને કારણે થાય છે.

એચ. ઈન્ફલ્યુએન્ઝા નામ હોવા છતાં, તે ઈન્ફલ્યુએન્ઝા (ફલૂ) નું કારણ નથી. હિમોફિલસ ઇન્ફ્લૂએન્ઝા ટાઈપ બી (એચઆઈબી) એ એક બેક્ટેરિયા છે જે લગભગ ફક્ત 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જ કાનના હળવા ચેપથી લઈને ગંભીર ન્યુમોનિયા, મેનિન્જાઇટિસ અને અન્ય આક્રમક રોગોના વિવિધ પ્રકારના ચેપનું કારણ બની શકે.

અન્ય લોકો સાથે નજીકના સંપર્કમાં હોય ત્યારે લોકો ખાંસી અથવા છીંક મારવાથી હિબ સહિત એચ. ઇન્ફ્લુએન્ઝા ફેલાવી શકે. જે લોકો બીમાર દેખાતા નથી તેઓના નાક અને ગળામાં પણ બેક્ટેરિયા હોઈ શકે છે અને તે બેક્ટેરિયા ફેલાવી શકે.

જો મારા બાળકને હિબ થાય તો શું થશે?

હિબ દ્વારા થતા સૌથી સામાન્ય આક્રમક રોગોમાં ન્યુમોનિયા, રક્તપ્રવાહમાં ઇન્ફેક્શન અને મેનિન્જાઇટિસનો સમાવેશ થાય છે. એ મગજ અને કરોડરજ્જુના આવરણનો ચેપ મેનિન્જાઇટિસ છે. તે શરૂઆતમાં વધુ તાવ, માથાનો દુખાવો, ખરાબ ખાવા-પીવા સાથે આવી શકે છે.

સીડીસી મુજબ, હિબ આક્રમક રોગ ધરાવતા મોટાભાગના બાળકોને હોસ્પિટલમાં સંભાળની જરૂર હોય છે. સારવાર સાથે પણ, હિબ મેનિન્જાઇટિસ ધરાવતા 20 માંથી 1 બાળક મૃત્યુ પામે છે. હિબ મેનિન્જાઇટિસથી બચેલા 5 માંથી 1 બાળકનાં મગજમાં નુકસાન પહોંચાડી શકે છે અથવા બહેરા થઈ શકે.

મારા નવજાત શિશુને હિબ રોગથી બચાવવાના કયા રસ્તાઓ છે?

ડબ્લ્યુએચઓ મોટાભાગના ગંભીર હિબ રોગોને રોકવા માટે એક માત્ર સક્ષમ જાહેર આરોગ્ય સાધન તરીકે રસીકરણની ભલામણ કરે છે. પ્રારંભિક શૈશવાસ્થામાં આપવામાં આવે ત્યારે પણ હિબ રસીઓ સલામત અને અસરકારક માનવામાં આવે છે. અન્ય નિવારક પગલાંમાં સારી સફાઈ અને યોગ્ય સ્વચ્છતાનો સમાવેશ થાય છે.

હેપેટાઈટિસ બી

હેપેટાઈટિસ બી શું છે અને મારું શિશુ તેમાં કેવી રીતે ઝડપાઈ શકે?

હેપેટાઇટિસ બી એ લીવરનો ચેપ છેજે લોહી અને શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. હેપેટાઇટિસ બી બાળકોમાં હળવી ટૂંકા ગાળાની બીમારીથી થતો હોઈ શકે છે. તે ઘણીવાર વર્ષો સુધી ચાલુ રહી શકે છે અને છેવટે યકૃતને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકેછે.

ચેપગ્રસ્ત માતા જન્મ દરમિયાન તેના બાળકને ચેપ ફેલાવી શકે. હેપેટાઈટિસ બી વાયરસનો ફેલાવો ત્યારે થાય છે જ્યારે લોહી, વીર્ય અથવા હેપેટાઈટિસ બી વાયરસથી સંક્રમિત શરીરના અન્ય પ્રવાહી ચેપગ્રસ્ત ના હોય તેવા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે.

જો મારા શિશુને હેપેટાઈટિસ બી થાય તો શું થશે?

સીડીસી મુજબ, 5 વર્ષ અને તેથી વધુ ઉંમરના લગભગ 30%-50% લોકોમાં તીવ્ર હેપેટાઈટિસ બીના લક્ષણો જોવા મળે છે. મોટા ભાગના 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ઘટેલી રોગપ્રતિકારક શક્તિ સાથે ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકોમાં સામાન્ય રીતે લક્ષણો હોતા નથી. હેપેટાઇટિસ બીના લક્ષણોમાં થાક, તાવ, ભૂખ ના લાગવી, ઉબકા, ત્વચા અથવા આંખો પીળી થવી, પેટમાં દુખાવો અને ઘાટ્ટા પેશાબનો સમાવેશ થાય છે.

લગભગ 90% ચેપગ્રસ્ત શિશુઓમાં (એટલે કે 1 વર્ષથી ઓછી ઉંમરના

બાળકો) ક્રોનિક ચેપ વિકસે છે. બાળક જેમ મોટું થાય તેમ તેમ જોખમ ઘટતું જાય છે. 1 થી 5 વર્ષની વય વચ્ચેના ચેપગ્રસ્ત બાળકોમાં આશરે 25%-50% ક્રોનિક હેપેટાઇટિસ બી વિકાસે છે.

ક્રોનિક હેપેટાઇટિસ બી લીવરને નુકસાન, સિરોસિસ, લીવર કેન્સર અને મૃત્યુનો કારણ પણ બની શકે.

મારા નવજાત શિશુને હેપેટાઇટિસ બી થી બચાવવાના કયા રસ્તાઓ છે?

સીડીસી મુજબ, હેપેટાઇટિસ બીને રોકવાનો શ્રેષ્ઠ રસ્તો રસી લેવાનો છે. સંપૂર્ણ સુરક્ષા માટે શોટની સીરીઝ પૂરી કરવી જરૂરી છે. અન્ય નિવારક પગલાંઓમાં ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે લોહી અને શારીરિક સંપર્ક ટાળવાનો સમાવેશ થાય છે. હેપેટાઇટિસ બી સામે રસીકરણ વિશે વધુ માહિતી માટે તમારા ડૉક્ટર સાથે વાત કરો.

ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત.

અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.

તમારા બાળકોના સંરક્ષણમાં સંભવિત ગપસપને સ્થાન આપો

તમારા બાળકમાં રસીકરણ ખૂટે છે કે કેમ તે જોવા માટે વ્યક્તિગત સમયરેખા બનાવો*

હવે ઉપયોગ કરવાનું શરૂ કરો

ડિસ્ક્લેમર:
આ વેબસાઈટ ફક્ત ભારતના રહેવાસીઓ માટે જ છે.
IAP (ઇન્ડિયન એકેડેમી ઑફ પેડિયાટ્રિક્સ) દ્વારા તેમની દિનચર્યા અને કેચ-અપ રસીકરણ દ્વારા રોકી શકાય તેવા રોગોની સૂચિમાં દર્શાવવામાં આવેલા રોગોની સૂચિ અહીં દર્શાવેલ છે. સૂચિમાં દર્શાવેલા ન હોઈ તેવા રોગો પણ બાળકને અસર કરી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરની સલાહ લો.
ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા લોકોને જાગરૂક કરવા માટેની પહેલ. ડૉ. એની બેસન્ટ રોડ, વરલી, મુંબઈ 400 030, ભારત. અહીં દર્શાવેલી માહિતી માત્ર સામાન્ય જાગૃતિ માટે છે. આ માહિતીમાં ડોકટોર દ્વારા આપવામાં આવેલ સલાહનો સમાવેશ થતો નથી. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો, તમારી સ્થિતિને લગતા કોઈપણ પ્રશ્ન અથવા સમસ્યાઓ માટે કૃપા કરીને તમારા ડૉક્ટરની સલાહ લો. રસીકરણ માટે દર્શાવેલ રોગોની સૂચિ પૂર્ણ નથી, રસીકરણના સંપૂર્ણ સમયપત્રક માટે કૃપા કરીને તમારા બાળકના ડોક્ટરનો (પીડિયાટ્રિશિયન) સંપર્ક કરો. આ માહિતીમાં દર્શાવેલ ડૉક્ટરનો ઉપયોગ માત્ર ઉદાહરણ આપવા માટે કરવામાં આવેલ છે અને તે એક વ્યાવસાયિક મોડેલ છે. રોગ દર્શાવતા આઇકન/ફોટા અને એનિમેશન માત્ર ઉદાહરણ આપવા માટે છે.
CL કોડ: NP-IN-ABX-WCNT-210003, DoP ડિસેમ્બર 2021

શેર ચાલુ કરો
Share
Vaccination Tracker