દરેક માતા તેના બાળકને સારા સ્વાસ્થ્ય માટે આશિર્વાદ આપવા ઈચ્છે છે. રસીકરણ બાળકને હીપેટાઇટિસ એ, મેનિન્જાઇટિસ, ફ્લુ, ડીટીપી, વગેરે જેવા ગંભીર રોગોથી સુરક્ષિત કરીને તમારી ઇચ્છાઓને વધુ શક્તિ આપે છે. રસીકરણ કાર્ડથી તમારાં બાળકના રસીકરણ રેકોર્ડને ટ્રૅક કરો.
રસીકરણ કાર્ડ (જે ઇમ્યુનાઇઝેશન કાર્ડ તરીકે ઓળખાય છે) તમારાં બાળકે પ્રાપ્ત કરેલી બધી રસીઓનો ઇતિહાસ પ્રદાન કરે છે અને આવનારી રસીઓનો ટ્રૅક રાખવામાં તમને મદદ કરે છે. જેથી તમે એક પણ રસી ચૂકો નહીં.
સામાન્ય રીતે રસીકરણ કાર્ડ તમને બાળરોગ ચિકિત્સક (પીડિયાટ્રિશ્યન) દ્વારા પ્રદાન કરવામાં આવે છે. 18 વર્ષની વય સુધીની ભલામણ કરેલી રસીઓ વિશે વધુ જાણવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
રસીકરણ કાર્ડ તમારાં બાળકનો સ્વાસ્થ્ય માટેનો પાસપોર્ટ છે.
આજે જ તમારાં બાળકનું રસીકરણ કાર્ડ તપાસો અને તેનું રસીકરણ ઑન-ટાઈમ (સમય પર) પૂર્ણ થાય તે માટે તમારાં બાળરોગ ચિકિત્સકની સલાહ લો.

શું તમને બાળકના રસીકરણ વિશે પ્રશ્નો છે?
તમારાં પ્રશ્નોના જવાબ મેળવવા માટે નીચે વાંચો:
- તબીબી િવ6ાન સતત (ગિત કરી ર8ું છે, અને આ વષ: દરિમયાન થયેલો નવી રસીઓનો િવકાસ, એ આ (ગિતનો એક ભાગ છે
- રસીકરણ દ્વારા, આજે જન્મેલા બાળકોને ગંભીર રોગોથી બચવા માટે વધુ તકો હોય છે, જે સ્વાસ્થ્યની મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ થઈ શકે છે.
- દરેક રસીકરણ મહત્વપૂર્ણ છે
- તમે રસીકરણ કાર્ડને ચીવટથી અનુસરીને તમારાં બાળકના રસીકરણ રેકોર્ડ્સનો ટ્રૅક રાખી શકો છો.
- તમારાં બાળકને તેનું પ્રથમ ઇંજેકશન (શૉટ) મળે કે તરત જ તમારાં બાળકના રસીકરણના રેકોર્ડ્સને ટ્રૅક કરવાનું પ્રારંભ કરો.
- રસીકરણ કાર્ડ એ તમારાં બાળકનો સ્વાસ્થ્ય માટેનો પાસપોર્ટ છે.
- તમારાં બાળકના રસીના રેકોર્ડ્સને સાચવવા અને અપડેટ કરવા તે તમારાં માટે મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે તમે તમારાં બાળકની શાળા, બાળ સંભાળ, ઉનાળાની શિબિર અથવા આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે નોંધણી કરો છો ત્યારે તમારે તેને પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.
- જ્યારે તમે તમારાં બાળકના રસીકરણ રેકોર્ડની એક નકલ જાળવો છો:
- રેકોર્ડને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખો જ્યાં તમે તેને સરળતાથી શોધી શકો
- તમારાં બાળકની પ્રત્યેક ડૉક્ટરની મુલાકાત પર તેને લાવો
- ડૉક્ટર અથવા નર્સને તમારાં બાળકના રસીકરણ રેકોર્ડ પર આપવામાં આવેલી રસી, તારીખ અને ડોઝ લખવા કહો
- જ્યાં તમારાં બાળકને ઇંજેકશન (શૉટ) આપવામાં આવ્યું હોય તે ડૉક્ટરની ઓફિસ અથવા ક્લિનિકનું નામ લખો, જેથી જ્યારે તમને જરૂર હોય ત્યારે, તમને સત્તાવાર રેકોર્ડ ક્યાં મળશે, તેની તમને ખબર હોય.
- વિશ્વભરના સ્વાસ્થ્ય અધિકારીઓ ભલામણ કરે છે કે બાળકના સારા સ્વાસ્થ્ય માટે સમયપત્રક મુજબ રસીકરણ જરૂરી છે
- જો કે, જો કોઈ કારણોસર, તમારું બાળક રસીનો ડોઝ ચૂકી ગયું છે / જેના માટે તે પાત્ર છે તે મળ્યું નથી, તો તમે કૅચ-અપ રસીકરણ પસંદ કરી શકો છો
- કૅચ-અપ રસીકરણ, એ રોગો સામે શ્રેષ્ઠ સુરક્ષા પ્રદાન કરવાનો વૈકલ્પિક રસ્તો છે જેના માટે સંરક્ષણ સમય આવી ગયો હોઈ શકે છે અથવા ચૂકી જવાયો હોઈ શકે છે
- કૅચ-અપ રસીકરણ વિશે વધુ માહિતી માટે કૃપા કરીને તમારાં બાળરોગ ચિકિત્સકની સલાહ લો
- તમે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ દ્વારા ઇમ્યુનાઇઝ ઇન્ડિયા એપ્લિકેશન (Immunize India App) પર નિઃશુલ્ક સેવા ડાઉનલોડ કરવા અને નોંધણી દ્વારા તમે તમારાં બાળકના રસીકરણ સંબંધિત નિયમિત રીમાઇન્ડરની પસંદગી કરી શકો છો. Google's Playstore અને IOS Appstoreપર અહીં એપ્લિકેશનને ડાઉનલોડ કરો.
- રીમાઇન્ડર્સ કોઈપણ રસી બ્રાન્ડ અથવા ઉત્પાદનોની જાહેરાત, ભલામણ અથવા પ્રમોશન કરતા નથી
વધુ માહિતી માટે તમારાં બાળરોગ ચિકિત્સકની સલાહ લો.